ઘૂંટુ રોડ પર ઓફિસમાં જુગાર રમતા 4 ઝડપાયા, રૂ.5.24 લાખનો મુદામાલ જપ્ત

 

મોરબી સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી ઓફિસમાં ધમધમતા જુગાર ધામ પર સરહદી રેન્જ ટીમે રેડ કરી જુગાર રમતા કોંગ્રેસ અગ્રણી સહિત ચારને ઝડપી લઈને રોકડ રૂ 1.85 લાખ તેમજ 4 મોબાઈલ અને બે વાહન સહિત કુલ રૂ. 5.84 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

 

સરહદી રેન્જ ટીમે બાતમીને આધારે ઘૂંટુ ગામની સીમમાં આવેલી ઘૂંટુ રોડ પરની રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં રેડ કરી હતી ઓફિસમાં જુગાર રમતા જગદીશભાઈ ભગવાનજીભાઈ અઘારા, શૈલેષભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ સનારીયા, યોગેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ અને જયેશ શાંતિલાલ કાલરીયા (કોંગ્રેસ અગ્રણી) એમ ચારને ઝડપી લીધા હતા

 

પોલીસે રોકડ રૂ 1,85,300 અને 4 મોબાઈલ કિંમત રૂ. 14,000 તેમજ બે વાહન કિંમત રૂ. 3,25,000 સહિત કુલ રૂ. 5,24,300 નો મુદામાલ જપ્ત કર્યો છે અને મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.