


પીપળીયા ગામ નજીક ચાર રસ્તા પાસે રહેતા ૩૩ વર્ષના યુવાન અચાનક ઢળી પડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં યુવાનનું મોત થયું હતું
મોરબીના પીપળીયા ચાર રસ્તા પીપળીયા ગામના રહેવાસી અંબારામભાઈ રતનભાઈ વસુંણી (ઉ.વ.૩૩) નામના યુવાન ગત તા. ૨૬ ના રોજ પીપળીયા ગામે અચાનક કોઈ કારણોસર ઢળી પડતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી યુવાનનું મોત ક્યાં કારણોસર થયું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે