મોરબીના પરશુરામ પોટરી મેદાન પાસેથી દારૂ સાથે બે ઝડપાયા

 

સામાકાંઠે પરશુરામ પોટરી મેદાન પાસેથી દારૂની ૦૩ બોટલ સાથે બે ઇસમોને ઝડપી લઈને પોલીસે દારૂ, બે મોબાઈલ અને ૨ વાહન સહીત કુલ રૂ ૮૭,૬૦૫ નો મુદામાલ જપ્ત કર્યો છે તો અન્ય બે આરોપીના નામો ખુલ્યા છે

સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ટીમે સામાકાંઠે પરશુરામ પોટરી મેદાનમાં આવેલ હનુમાનજી મંદિર પાસે રેડ કરી હતી જ્યાં દારૂનું વેચાણ કરનાર મુખ્ય આરોપી સંદીપ બેચર ચાવ અને કિશન ભૂપત ગાંધી એમ બેને ઝડપી લઈને દારૂની બોટલ નંગ ૦૩ કીમત રૂ ૧૩૯૫, ૨ મોબાઈલ ફોન કીમત રૂ ૧૦ હજાર અને ૨ વાહન કીમત રૂ ૭૦ હજાર અને રોકડ રૂ ૬૨૧૦ સહીત કુલ રૂ ૮૭,૬૦૫ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આરોપી જયદીપ ઉર્ફે જ્યું બેચર ચાવ અને મુબારક એમ બે ઇસમોના નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.