



હળવદ માળિયા હાઈવે પર સુખપર ગામ પાસે આવેલ નર્મદા કેનાલમાં પડીને એક યુવકે આપઘાત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આર્થિક સંકળામણથી કંટાળીને મોહમદભાઈ મુફદલભાઈ રાજકોટવાલા નામના ૨૪ વર્ષીય યુવકે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક એલ્યુમિનિયમ સેક્શનનો ધંધો કરતા હતા અને ધંધામાં આર્થિક સંકળામણ આવવાથી ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેમણે સુખપર ગામ પાસે આવેલ પાણીની કેનાલમાં પડીને આપઘાત કરી લીધો હતો, અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ અંગે હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
