મોરબી કોર્ટે રૂ ૩.૭૫ લાખના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારી

 

હાથ ઉછીની લીધેલી રકમ બદલ આપેલ ૩.૭૫ લાખનો ચેક રીટર્ન થતા મોરબી કોર્ટે આરોપીને બે વર્ષની સજા ફટકારી છે તેમજ ફરિયાદીને વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે રકમ ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે

 

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા (અગાભી) ગામના મયુરસિંહ ગણપતસિંહ જાડેજા પાસેથી મોરબીના મમદશા જુમાશા શાહમદારે સંબંધ દવે હાથ ઉછીના રૂ ૩.૭૫ લાખની રકમ લીધી હતી જે પરત ચુકવતા મમદશા જુમાશાએ મયુરસિંહ જદેનાના નામનો ચેક તા. ૦૫-૦૬-૨૦૨૩ નો રાજકોટ નાગરિક સહકારી બેંક લી મોરબી શાખાનો આપ્યો હતો જે ચેક બેંકમાં જમા કરાવતા ફંડ ઇનસફીશીયન્ટ શેરા સાથે પરત ફર્યો હતો જેથી ફરિયાદી મયુરસિંહે મોરબીની અદાલતમાં ફો.કેસ નં ૫૫૯૭/૨૦૨૩ થી કેસ દાખલ કર્યો હતો

જે કેસ ચાલી જતા ફરિયાદ પક્ષની કાયદાકીય ધારદાર દલીલોને ધ્યાને લઈને મોરબીના મહે. બીજા એડીશનલ ચીફ જ્યુડી. મેજી. સાહેબની અદાલતે મમદશા શાહમદારને બે વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને વળતર પેટે રૂ ૩,૭૫,૦૦૦ તા. ૦૫-૦૬-૨૦૨૩ થી વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કર્યો છે વળતર રકમ વ્યાજ સહીત ચુકવવામાં નિષ્ફળ રહે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે

જે કેસમાં ફરિયાદ પક્ષે મોરબીના એડવોકેટ એન્ડ નોટરી ભાવેશભાઈ ડી ફૂલતરીયા અને રાજેશભાઈ જે જોષી રોકાયેલ હતા

Leave A Reply

Your email address will not be published.