



મોરબીના બેલા રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં રમતી વખતે ટેબલ પરથી નીચે પડી જવાથી નાની બાળકીનું મૃત્યુ થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના બેલા ગામની સીમમાં આવેલ મામા કેમિકલ કારખાનામાં રમતા રમતા પ્રીન્સાબેન રાકેશભાઈ ચીપરા નામની ૪ વર્ષીય બાળકી ટેબલ પરથી નીચે પડી ગઈ હતી, જેના કારણે તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
