

મોરબીના સાપર ગામની સીમમાં આવેલા એક મિનરલ્સ કારખાનાની લેબર કોલોનીમાં ૨૧ વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે જાણ થતા મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
બનાવની વિગત મુજબ, સાપર ગામની સીમમાં આવેલા અમુલ મિનરલ્સ નામના કારખાનાની લેબર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતા વિક્રમભાઇ અબુભાઇ નિનામા (ઉંમર વર્ષ ૨૧) નામના યુવાને પોતાના રૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવાને ક્યા કારણોસર આ અંતિમ પગલું કર્યું એ શોધવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.