



મોરબી માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડીંગને કારણે તા. ૨૫ થી ૩૧ માર્ચ સુધી એક સપ્તાહનું મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે
મોરબી માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીની યાદીમાં જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોય અને વેપારીઓને હિસાબ કાર્ય પૂર્ણ કરવાનું હોવાથી અનાજ વિભાગમાં હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવે છે તા. ૨૫ માર્ચથી તા. ૩૧ માર્ચ સુધી યાર્ડમાં અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવે છે તા. ૨૪ માર્ચ મંગળવારે સવારે ૧૦ કલાક સુધી જ આવક આવવા દેવામાં આવશે બાદમાં ઉતરાઈ બંધ રહેશે
તા. ૨૫ ને બુધવારે પેન્ડીંગ માલની હરાજી લેવામાં આવશે તા. ૩૧ ને મંગળવારે બપોરે ૪ કલાકથી આવક આવવા દેવામાં આવશે તા. ૦૧ એપ્રિલને બુધવારથી અનાજ વિભાગમાં રાબેતા મુજબ હરાજી કામકાજ શરુ કરવામાં આવશે જેની તમામ લોકોએ નોંધ લેવા જણાવ્યું છે