મગફળી ગોડાઉનમાં આગને એક સપ્તાહ વીત્યું હજુ, હજુ પણ કૂલિંગ કામગીરી ચાલુ

 

મોરબીના રફાળેશ્વર નજીક મગફળી ગોડાઉનમાં લાગેલી આગને એક સપ્તાહ વીતી ગયો છે હજુ કૂલિંગ સહિતની કામગીરી ચાલી રહી છે આજે શનિવારે પણ ઘટનાસ્થળ પર ૩ ફાયર ટીમો, પાંચ હિટાચી અને ત્રણ ડમ્પર સાથે કામગીરી ચાલી રહી છે

 

રફાળેશ્વર નજીક આવેલ સિરામિકમાં રહેલ ગોડાઉનમાં આગ લાગી હતી નાફેડ દ્વારા ખરીદી કરેલ ૧.૫૯ લાખ મગફળીની ગુણીઓ ગોડાઉનમાં રાખવામાં આવી હતી અને વેરહાઉસ કોર્પોરેશન દ્વારા ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું જ્યાં ૪૪ કરોડથી વધુનો મગફળીનો જથ્થો આગમાં બળીને ખાખ થઇ ગયો છે ગત શનિવારે તા. ૦૪ ના રોજ બપોરે આગ લાગી હતી અને આગની ઘટનાને એક સપ્તાહ વીત્યા બાદ પણ સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી ફાયર ટીમો ૧૬૮ કલાકથી વધુ સમયથી કામગીરી કરી રહી છે આગના ભડકા શાંત થયા બાદ હજુ કૂલિંગ કામગીરી ચાલી રહી છે અને આજે શનિવારે ફાયરની ૩ ટીમો ૫ હિટાચી અને ૩ ડમ્પર સહિતના સાધનો સાથે ચીજવસ્તુ હટાવવા, કૂલિંગ જેવી કામગીરી કરતી જોવા મળી હતી

Leave A Reply

Your email address will not be published.