મોરબીના સ્વયંભુ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલ ઈસમને પુજારીએ રંગેહાથ ઝડપી લીધો

 

શિયાળામાં તસ્કરો બેફામ બન્યા છે છાશવારે ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે જેમાં શહેરના સ્વયંભુ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે ચોરી કરવા આવેલ ઈસમને પુજારીએ રંગેહાથ ઝડપી લીધો હતો અને ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો

 

મોરબીના મણી મંદિર સામે આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં ગત રાત્રીના સમયે ચોરી કરવાના ઈરાદે એક ઘુસી આવ્યો હતો અને મંદિરની દાનપેટીમાંથી રોકડની ચોરી કરવા પ્રયાસ કરતો હતો ત્યારે પૂજારીની સતર્કતાથી ચોરી કરવા આવેલ ઇસમ ઝડપાઈ ગયો હતો પુજારીએ ચોરને રંગેહાથ ઝડપી લઈને વિસીપરા બીટ જમાદાર ભરતભાઈ ખાંભરાના હવાલે કર્યો હતો જેથી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.