મોરબી સિવિલમાં સારવાર માટે લાવવામાં આવેલ નેપાળી યુવાનનું મોત

 

નેપાળના વતની યુવાનને શરીરે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાસ્ડાયો હતો જ્યાં યુવાનનું મોત થયું હતું

 

મૂળ નેપાળના વતની હાલ મોરબીના બેલા ગામની સીમમાં વિનઆર્ટ પેકેજીંગમાં નોકરી કરતા ગોપીન્દ્ર પદમ બડુવાલ (ઉ.વ.૩૫) નામના યુવાનને ગત તા. ૧૬ ના રોજ કોઈ કારણોસર શરીરે અને જમણા હાથમાં અને ગાલમાં છોલછાલ જેવી ઈજા થઇ હતી જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.