

મોરબીના કેસરબાગ પાસે જાહેર રોડ પર વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા એક શખ્સને પોલીસે રોકડ રકમ અને ડાયરી-પેન સાથે ઝડપી લીધો છે. જ્યારે અન્ય એક શખ્સ હાજર નહીં મળી આવતા પોલીસે બંને વિરૂદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મોરબી-૨ કેસરબાગ પાસે જાહેર રોડ પર જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા રવાપર રેસીડેન્સીના ટ્વીન ટાવરમાં રહેતો ૫૫ વર્ષીય જગદીશ હરીલાલ જોશી જાહેરમાં રીતે વર્લી ફીચરના આંકડા લખી નસીબ આધારિત હારજીતનો જુગાર રમતા અને રમાડતા ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી આંકડા લખેલી ડાયરી, બોલપેન અને રોકડા રૂપિયા ૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ આરોપી જગદીશ જોશી આ આંકડા વાવડી રોડ પર રહેતા મનોજ બટુકભાઇ ગોસાઇ પાસે કપાત કરાવતો હતો. આરોપી મનોજ ગોસાઇ સ્થળ પર હાજર નહીં મળી આવતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.