

દુંદાળા દેવાના ઉત્સવને લઈને ટંકારા પંથકને મુંબઈમાં પલટી દેવામાં આવ્યુ હોય તેવું જોવા મળી રહ્યું છે. ટંકારા સિધ્ધિ વિનાયક ગ્રુપના અરવિંદ બારૈયા અને પ્રતિક આચાર્ય લાલાભાઈના વડપણ હેઠળ તમામ ગ્રૂપ ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી ટંકારા નો સોથી મોટો પંડાલ ઉભો કર્યો છે અને 12 ફુટ ની મુતિઁ રાખવામાં આવી છે. આજથી દશ દીવસ રોજ રાત્રે મહાઆરતી, પ્રસાદ સહીત ની મહેમાન ગતી દુદાળા દેવ ટંકારા મા પણ માણશે.