



મિયાણી ગામે વીજ ચેકિંગ અર્થે ગયેલ ટીમ સાથે બોલાચાલી કરી મહિલાઓ સહિતનાઓએ ફરજમાં રૂકાવટ કરી હતી જે મામલે પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી એક આરોપીને ઝડપી લીધો છે
ખંભાળિયા ટાઉનહોલ સામે રહેતા નીલેશભાઈ જાદવભાઈ ખેતરપાલ (ઉ.વ.૫૧) વાળાએ આરોપી પ્રકાશ રણછોડ રંભાણી, ચતુર માંડણ રંભાણી રહે બંને મિયાણી તેમજ એક અજાણ્યો પુરુષ અને એક અજાણી મહિલા સહિતના ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સહિતની ટીમ વીજ ચેકિંગ માટે ગઈ હતી ત્યારે આરોપી પ્રકાશના ઘરે વીજળીની ગેરરીતી જણાતા ઘર માલિકનું નામ ઠામ બાબતે બોલાચાલી કરી હતી ત્યારે અન્ય આરોપીઓ આવી ગાળો અપાઈ ઘરમાંથી બહાર નીકળી જા નહીતર મજા નહિ આવે કહીને ધમકી આપી હતી
તેમજ ફરિયાદી વીજ ચેકિંગ કાર્યવાહી કરી શેરીમાં હતા ત્યારે વીજ ચેકિંગ બાબતે અજાણ્યાઓ પુરુષ હાથમાં ધોકો લઈને આવી તેમજ અજાણી મહિલાએ બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કરી હતી અને ટીમના અન્ય સભ્યોએ મામલો શાંત પાડવા જતા તેને પણ ગાળો આપી કાયદેસર ફરજમાં રૂકાવટ કરી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી આરોપી ચતુર રંભાણીને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપીની શોધખોળ ચલાવી છે