




ટંકારાથી મોટા ખીજડીયા જતા રોડ પર પૂરઝડપે આવી રહેલા એક પીળા કલરના ટ્રેક્ટરના ચાલકે બાઇકને ટેકો દઈને ઉભેલા ફરિયાદીના પુત્રને હડફેટે લીધો હતો. આ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, ટંકારાના ખીજડીયા રોડ પર રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા મનોજભાઈ ઉર્ફે મુન્નાભાઈ મનુભાઈ વાળાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી પોતાના પુત્ર મયુર સાથે હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (નં. GJ-13-AJ-2920) લઈને ટંકારાથી ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં જયશ્રી મસાલાના કારખાના પાસે તેઓ ઉભા રહ્યા હતા અને તેમનો પુત્ર મયુર બાઇકને ટેકો દઈને ઉભો હતો. આ દરમિયાન ટંકારા તરફથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા એક પીળા કલરના ટ્રેક્ટરના અજાણ્યા ચાલકે ફરિયાદીના પુત્ર અને મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મયુરને ડાબા હાથમાં ફ્રેક્ચર તેમજ ડાબા પગે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
