આમરણ નજીક જૂની અદાવતમાં બે મિત્રો પર હુમલો, ૬ વિરુદ્ધ ફરિયાદ

મોરબીના આમરણ ગામ નજીક અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી ૬ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી યુવક અને તેના મિત્રને મુંઢ ઇજા પહોંચાડી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, આમરણ ગામે રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા સેજાભાઈ રમેશભાઈ શિરોયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયા નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી તથા તેમના મિત્ર સાજીદભાઈ રજાકમીયા બુખારી સાથે આરોપીઓને અગાઉ સામાન્ય બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી આમરણથી ધૂળકોટ જતા રસ્તે સર્વિસ સ્ટેશન પાસે આરોપીઓ ગુલામહુશેન અસરફમીયા બુખારી, વસીમ મહમદ સોલંકી, ઈસ્માઈલ સલેમહમદભાઈ સોલંકી, ઈકબાલ અલીભાઈ સોલંકી, સોકત અસરફભાઇ બુખારી અને પરવેઝ ઇસાભાઇ સોલંકીએ લાકડાના ધોકા જેવા હથિયારો વડે ઝઘડો કરી અપશબ્દો બોલી ફરિયાદી અને ફરિયાદીના મિત્રને શરીરે મુંઢ ઇજાઓ કરી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા સહિતની આગળની તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.