



મોટી વાવડી ગામે વાડીમાં બોરવેલનો પાઈપ ૫૦ વર્ષીય આધેડને માથામાં પડતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના ખાન્પર્ગામના રહેવાસી જગદીશભાઈ માવજીભાઈ અમૃતિયા (ઉ.વ.૫૦) નામના આધેડ તા. ૨૦ ના રોજ સાંજના સમયે મોટી વાવડી ગામની સીમમાં હોય ત્યારે હરપાલસિંહ નટુભા જાડેજાની વાડીમાં ચાલતા બોરવેલનો પાઈપ માથામાં પડતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ મામલે તપાસ ચલાવી છે
