લખધીરપુર રોડ પર લોહી ઉલ્ટી થતા બેભાન થયેલ પરિણીતાનું મોત

 

લખધીરપુર રોડ પર આવેલ ફેકટરીમાં ૨૯ વર્ષીય પરિણીતાને લોહીની ઉલ્ટી થયા બાદ બેભાન થઇ હતી અને બેભાન અવસ્થામાં મોત થયું હતું

 

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબીના લખધીરપુર રોડ પર મેટ્રોવર્ડ સિરામિકમાં રહીને કામ કરતા રાધા દેવકરણ વર્મા (ઉ.વ.૨૯) નામની પરિણીતા ગત તા. ૧૯ ના રોજ કારખાનામાં હોય ત્યારે અચાનક લોહીની ઉલટી થઇ હતી અને ઉલટી થતા બેભાન બની હતી અને બેભાન અવસ્થામાં જ પરિણીતાનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.