


નવા દેવળિયા ગામના પાટિયા નજીક પુરઝડપે જતા આઈસર ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલક આધેડનું મોત થયું હતું અકસ્માત બાદ વાહન સ્થળ પર મૂકી આઈસર ચાલક નાસી ગયો હતો
હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે રહેતા ગુમાનસિંહ ઉર્ફે મનુભા ભવાનસંગ પરમાર (ઉ.વ.૪૭) વાળાએ આઈસર ટ્રક જીજે ૦૬ એઝેડ ૭૫૪૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯ ના સાંજના સાડા છ વાગ્યાના અરસાના ફરિયાદીના કાકા બળવંતસિંહ જોરૂભા પરમાર બાઈક જીજે ૩૬ એડી ૯૪૦૪ લઈને હળવદ માળિયા હાઈવે પરથી જતા હતા ત્યારે નવા દેવળિયા ગામના પાટિયા નજીક આઈસર ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના કાકા બળવંતસિંહ પરમારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી આઈસર ટ્રક સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો હળવદ પોલીસે ફરાર આઈસર ટ્રક ચાલકને ઝડપી લેવા તપાસ ચલાવી છે