મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો દ્વારા સોમવારે અન્ડર ૨૩ ક્રિકેટ ટીમ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા

 

ગ્રામ્ય ક્રિકેટ એસો મોરબી દ્વારા તા. ૧૯ ને સોમવારે સવારે ૧૦ થી ૧૨ સુધી એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, ફ્લોરા ૧૭ પાસે, એસપી રોડ મોરબી ખાતે અન્ડર ૨૩ ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧-૦૯-૨૦૦૩ થી ૩૧-૦૮-૨૦૦૭ વચ્ચે જન્મેલા ખેલાડીઓ ભાગ લઇ શકશે

 

પસંદગી પ્રક્રિયા માટે આવનાર ખેલાડીઓએ ટ્રેક અને ટીશર્ટ તેમજ સ્પોર્ટ્સ શૂઝ, પોતાની ક્રિકેટ કીટ સાથે આવવાનું રહેશે તેમજ ખેલાડીઓએ પોતાની સાથે ૨ પાસપોર્ટ સાઈઝ ફોટો (ફીઝીકલ) અને ૧ સોફ્ટ કોપી, એજ્યુકેશન આઈ કાર્ડ, બર્થ સર્ટીફીકેટ, રેસીડેન્ટ પ્રૂફ, જોબ સર્ટીફીકેટ અને આધાર કાર્ડ તેમજ છેલ્લા ત્રણ વર્ષનું માર્કશીટ અને પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ સાથે લાવવા જણાવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.