


નવા વઘાસીયા ગામમાં ૪૪ વર્ષીય પરિણીતાને ઘરકામ બાબતે બોલાચાલી કરી પતિ અને સાસુએ માર માર્યો હતો પતિએ લોખંડ પાઈપ વડે શરીરે અને માથામાં મારી તેમજ સાસુએ ગાળો આપી શારીરિક માનસિક ત્રાસ આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
વાંકાનેરના નવા વઘાસીયા ગામે રહેતા અનિતાબેન અશોકભાઈ સોલંકીએ આરોપી પતિ અશોકભાઈ સોલંકી અને સાસુ સોમીબેન સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦ ના રોજ રાત્રીના પતિ અશોકભાઈ ઘરે આવું તું કોઈ કામ કરતી નથી કહીને બોલાચાલી કરી ઝઘડો કરી લોખંડ પાઈપ વડે શરીરે અને માથામાં અનિતાબેનને ઈજા કરી હતી અને ડાબા હાથમાં ફ્રેકચર ઈજા કરી હતી પતિ અને સાસુએ ગાળો આપી હતી અને ઘણા સમયથી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
`