મોરબીની સોસાયટીમાં બાથરૂમમાં ચક્કર આવતા પડી જતા પરિણીતાનું મોત

 

રવાપર ગામની સોસાયટીમાં રહેતી ૩૮ વર્ષીય પરિણીતા પોતાના ઘરે બાથરૂમમાં હોય ત્યારે ચક્કર આવતા બેભાન થઇ જતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કરી હતી

મોરબીના રવાપરમાં આવેલ દાસ પેલેસ, વૈભવલક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રીતીબેન પીન્ટુભાઈ કાચરોલા (ઉ.વ.૩૮) નામની પરિણીતા પોતાના ઘરે બાથરૂમમાં ગયા ત્યારે ચક્કર આવતા પડી જતા બેભાન થયા હતા જેથી બેભાનાવસ્થામાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મોરબી એ ડીવીઝન પોલીસ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.