માળિયાના વેજલપર ગામે કેનાલમાં ડૂબી જતા વૃદ્ધનું મોત


વેજલપર ગામ નજીકથી પસાર થતી કેનાલના પાણીમાં ડૂબી જતા ૬૨ વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
માળિયા (મી.) તાલુકાના વેજલપર ગામના રહેવાસી મંગાભાઈ પેથાભાઈ જાદવ (ઉ.વ.૬૨) વાળા વૃદ્ધ ગત તા. ૦૩ ના રોજ વેજલપર ગામની સીમમાં આવેલ કેનાલના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતા મોત થયું હતું માળિયા પોલીસે બનાવની નોંધ કરી વૃદ્ધે આપઘાત કર્યો હતો કે અકસ્માતે પાણીમાં પડી ગયા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે