

મોરબીના સામાકાંઠે ભડિયાદ કાંટા પાસે આવેલ દુકાન સામે સુવાની નાં પાડી હોવાનો ખાર રાખી એક ઇસમેં છરી વડે દુકાનદારને ઈજા કરી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના ભડિયાદ ગામમાં રહેતા મોહિન્દ્ર મગનભાઈ અઘારા (ઉ.વ.૪૩) નામના વેપારીએ ગામમાં રહેતા પ્રભુ સુરેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મોહિન્દ્રભાઈએ આરોપી પ્રભુને ત્રણેક માસ અગાઉ ભડિયાદ કાંટા પાસે આવેલ હરિઓમ કિરાણા સ્ટોર નામની દુકાન સામે સુવાની ના પાડી હતી જેનો ખાર રાખી તા. ૦૩ ના રોજ સવારના આઠેક વાગ્યે આરોપી પ્રભુ સુરેલા છરી વડે ફરિયાદી મોહિન્દ્રભાઈને ડાબી આંખ નીચે છરી મારી સામાન્ય ઈજા કરી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે