મોરબીમાં સામું કેમ જોવે છે કહેતા કોઈ જવાબ નહિ આપતા છરી વડે હુમલો

 

ભડિયાદ નજીક સામું જોવા બાબતે બોલાચાલી કરી એક ઇસમેં ઉશ્કેરાઈ જઈને છરી વડે હાથની હથેળી પર ઈજા કરી હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

 

મોરબી ૨ ભડિયાદ ગામે હરિઓમ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ કેશુભાઈ વાણીયા (ઉ.વ.૩૪) વાળાએ આરોપી મહિપત ઉર્ફે ભૂરાભાઈ રવજીભાઈ વાઘેલા રહે માહી એપાર્ટમેન્ટ ભડિયાદ મોરબી ૨ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩ ના રોજ ફરિયાદીના ઘર પાસે આરોપી મહીપતે સામું કેમ જોવે છે તેમ ફરિયાદીને કહ્યું હતું અને ફરિયાદી શૈલેશભાઈએ કોઈ જવાબ આપ્યો ના હતો જેથી એકદમ ઉશ્કેરાઈ જઈને છરી વડે જમણા હાથની હથેળી પર ઈજા કરી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.