આજથી થનારી રાષ્ટ્રીયકૃત બેંકોની ત્રણ દિવસની હડતાલ મુલ્તવી, બેંકો રાબેતા મુજબ ચાલુ રહેશે

રવિવારે કાળા કપડા પહેરી કર્મચારીઓએ બેન્કિંગ કામગીરી ચાલુ રાખી હતી

            દેશભરની રાષ્ટ્રીયકૃત બેન્કોએ સોમવારથી ત્રણ દિવસની હડતાળનું એલાન કર્યું હતું જોકે બેઠક બાદ હડતાલ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આજથી બેંકો રાબેતા મુજબ કાર્યરત રહેશે તેવો હાલ નિર્ણય લેવામાં આવ્યો છે

 

            યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા સોમવારથી બુધવાર સુધી ત્રણ દિવસની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં રાષ્ટ્ર્વ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું જેને પગલે રવિવારે બેંકો ચાલુ રાખવા નિર્ણય લેવાયો હતો રવિવારે બેંક કર્મચારીઓએ કાળા કપડા પહેરી કામગીરી ચાલુ રાખી હતી જોકે દરમિયાન શનિવારને રજા જાહેર કરવા અંગે ચર્ચા કરવા ઉચ્ચ સ્તરીય સમિતિ તાકીદે રચવાનો નિર્ણય લેવાયો હતો જેથી હાલ હડતાલ મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે

 

           બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત બેંક વર્કર યુનિયન સહીત જુદા જુદા સાત કર્મચારી સંગઠનો દ્વારા બેંક કર્મચારીઓને સપ્તાહમાં પાંચ દિવસ કામગીરી, પેન્શન અપડેશન, સપ્તાહના તમામ શનિવાર-રવિવાર રજા, સહિતના પ્રશ્નો અંગે હડતાલની જાહેરાત કરવામાં આવી હતી જોકે મોડી રાત્રે હડતાલ પાછી ખેંચી લેવાની જાહેરાત થઇ હતી

 

Leave A Reply

Your email address will not be published.