મોરબીના લક્ષ્મીનગર નજીક ખેત તલાવડીમાં ડૂબી જતા યુવાનનું મોત

 

લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ ખેતરમાં પાણી ભરેલ ખેત તલાવડીમાં ડૂબી જતા ૩૧ વર્ષીય યુવાનનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

મોરબીના લક્ષ્મીનગર ગામે વાડીએ રહીને કામ કરતા અજય પોપટભાઈ રાઠોડ (ઉ.વ.૩૧) નામના યુવાન ગત તા. ૨૫ ના રોજ સાંજે ખેતરમાં પાણી ભરેલ ખેત તલાવડામાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.