મોરબીમાં ઘાસ વેચનાર મહિલા પાસેથી ઉઘરાણા કરનાર કર્મચારી સામે એસીબી ફરિયાદ સુધીની કાર્યવાહીની તૈયારી
કર્મચારીને રજા પર ઉતારી દઈને નોટીસ ફટકારી, એસીબી કેસ સુધી કાર્યવાહી


મોરબીમાં ઘાસ વેચનાર મહિલા પાસેથી હપ્તાની ઉઘરાણીનો મામલો ગાજ્યા બાદ મંત્રીએ સ્થળ મુલાકાત કરી હપ્તા ઉઘરાણા કરનાર સામે કાર્યવાહી થશે તેવી ખાતરી આપી હતી અને આજે મહાપાલિકા કમિશ્નર દ્વારા આક્ષેપિત કર્મચારીને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી નોટીસ આપવામાં આવી છે તેમજ એસીબીમાં કેસ કરવા સુધીની કાર્યવાહીની તૈયારી દર્શાવી છે
મોરબીના ઘુનડા ગામે રહેતા ભાવનાબેન લીલું ઘાસ વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે પ્રતિદિન તેઓ ગામડેથી મોરબી આવી ત્રાજપર ચોકડી પાસે લીલું વેચી વેપાર કરે છે જેને કમિશ્નરને રજૂઆત કરી આક્ષેપો કર્યા હતા કે આનંદભાઈ નામનો વ્યક્તિ અવારનવાર આવી રૂ ૧૦૦, ૨૦૦ કે ૫૦૦ ની માંગણી કરે છે અને બળજબરીપૂર્વક તાજેતરમાં ૫૦૦ રૂપિયાની માંગણી કરી ૨૫૦ પડાવ્યા હતા જે આક્ષેપો બાદ મામલો મીડિયામાં ગાજ્યો હતો અને મંત્રી કાન્તીભાઈ અમૃતિયાએ સ્થળ મુલાકાત કરી મહિલાને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું અને હપ્તા રાજ બંધ થશે તેમ જણાવ્યું હતું જે હપ્તા ઉઘરાણા મામલે મહાનગરપાલિકાના કમિશ્નર સંગીતાબેન રૈયાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મીડિયાના માધ્યમથી ધ્યાને આવ્યું હતું કે કર્મચારી આનંદ મકવાણા જે સફાઈ રોજમદાર છે તેનું અગાઉ પણ ડીઝલ ચોરીના બનાવમાં નામ ઉછળ્યું હતું અને તે સમયે કાર્યવાહી કરવામાં આવી હતી હાલ તે સફાઈ કામગીરી કરે છે બેનના આક્ષેપો હતા કે તે ઘાસ વેચવા બેસતા ત્યારે કર્મચારી તેને ઉઠાડવા આવતા અને રૂપિયા ઉઘરાવતા હતા જે બેન મંજુરી વગર એક દોઢ વર્ષથી રોડ પર બેસી વેપાર કરે છે અને અગાઉ કમીશ્નરની હાજરીમાં તેને દંડ પણ થયેલ છે
આક્ષેપોની ગંભીરતાને ધ્યાને લઈને મંત્રીએ મુલાકાત લીધી હતી અને સુચના આપી હતી જે સફાઈ કર્મચારીને હાલ તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવાયો છે અને નોટીસ આપી છે જેથી ભવિષ્યમાં કડક કાર્યવાહી કરવામાં આવી સકે ઉપરાંત એસપી સાથે સંકલન કરીને બળજબરીપૂર્વક રૂપિયાની ઉઘરાણી મામલે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ જેવી કાર્યવાહી કરવા સુધીની તૈયારી કમિશનરે દર્શાવી હતી તો તેની પાસે દંડ વસુલવાની સત્તા હતી કે કેમ તે પ્રશ્નનો જવાબ આપતા કમિશ્નરે જણાવ્યું હતું કે એમ ચલણથી કર્મચારીઓ દંડ વસુલતા હોય છે જે રકમ સીધી મહાપાલિકાના ખાતામાં જમા થાય છે SSI અને સુપરવાઈઝર દંડ કરી સકે છે આ સફાઈ કર્મચારી હતો પરંતુ તેની પાસે સુપરવાઈઝર ચાર્જ હતો તેમ જણાવ્યું હતું