

મોરબીના દાણાપીઠ પમ્પીંગ સ્ટેશનમાં મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી તા. ૨૨ ના રોજ આ પમ્પીંગ સ્ટેશનથી વિતરણ થતા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે
મોરબી મહાનગરપાલિકા વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે દાણાપીઠ પમ્પીંગ સ્ટેશનમાં તા. ૨૨ ને મંગળવારના રોજ મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવનાર છે જેથી દાણાપીઠ પમ્પીંગ સ્ટેશનથી વિતરણ થતા વાઘપરા, વજેપર, મકરાણીવાસ, મતવાવાસ, બોરીચાવાસ, લખધીરવાસ સહિતના વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી