મોરબીમાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરાયું

મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગના ૨૦ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ  

 

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યના ૨૫ વર્ષની ઉજવણી અન્વયે “સેવા સંકલ્પ અભિયાન” અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અન્વયે શિક્ષણ વિભાગ, મોરબી દ્વારા શિક્ષણથી વંચિત રહેલા તથા શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે તે હેતુથી મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત, મોરબી ખાતે યોજાયો હતો.

 

આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લામાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા માધ્યમિક વિભાગના ૧૦ તથા પ્રાથમિક વિભાગના ૧૦ મળી કુલ ૨૦ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મહાનુભાવોના હસ્તે સન્માન સાથે શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. શિક્ષણથી વંચિત બાળકોને પુનઃ શિક્ષણની મુખ્ય ધારામાં લાવી તેમના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના આ પ્રયાસથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ સતત શિક્ષણ સાથે જોડાયેલા રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

 

Leave A Reply

Your email address will not be published.