માળિયાના જુના ઘાટીલા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા, એક ફરાર

 

જુના ઘાટીલા ગામમાં શક્તિપ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૮,૫૦૦ જપ્ત કરી છે એક ઇસમ નાસી જતા વધુ તપાસ ચલાવી છે

માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે જુના ઘાટીલા ગામે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા આશિષ દેવજીભાઈ અગેચણીયા, જીગ્નેશ બળદેવભાઈ વિડજા, રમેશ બાબુભાઈ ભોજિયા, જયેશ ઉર્ફે જીગો લક્ષ્મણભાઈ ચાવડા અને અબ્દુકકાદિર ઈબ્રાહીમ ચાનિયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૮,૫૦૦ જપ્ત કરી છે આરોપી રણછોડ પરશોતમ સનુરા નાસી જતા તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.