સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ ભવ્ય મહાઅધિવેશન રાજકોટ ખાતે યોજાશે


સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ ભવ્ય મહાઅધિવેશન તા. ૧૯ અને ૨૦ ના રોજ રાજકોટ ખાતે યોજાશે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ, રાજકોટ જીલ્લા દ્વારા સમાજના ભાઈઓ-બહેનોને એક મંચ પર લાવી સમાજની એકતા, પ્રગતિ અને વિકાસ અંગે વિચાર વિમર્શ કરવા માટે ૨૮ મુ ભવ્ય મહાઅધિવેશન તા. ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે યોજાશે
મહાઅધિવેશનમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ શહેરોમાંથી સમાજના પ્રતિનિધિઓ, આગેવાનો, સંતો-મહંતો અને વિવિધ ક્ષેત્રોના કાર્યરત સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહેશે સમાજના વર્તમાન પ્રશ્નો, વિકાસની નવી દિશાઓ અને સંગઠનની મજબૂતી અંગે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવશે
મહાઅધિવેશન પ્રથમ દિવસે બ્રહ્મભોજન બાદ ભવ્ય લોકદાયરો યોજાશે તા. ૧૯ ના રોજ શનિવારે સાંજે ૪ કલાકે મુખ્ય સમિતિના આમંત્રિત મહેમાનોનું આગમન થશે સાંજે ૪ : ૩૦ કલાકે વિચારવિમર્શ સમિતિની બેઠક યોજાશે સાંજે ૭ થી ૯ સુધી બ્રહ્મભોજન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે બીજા દિવસે ૨૦ સપ્ટેમ્બરના રોજ સવારે ૯ કલાકે દીપ પ્રાગટ્ય સાથે મહા અધિવેશનના મુખ્ય કાર્યક્રમનો પ્રારંભ થશે સવારે ૧૦ કલાકે વિવિધ શહેરોમાંથી આવેલા પ્રતિનિધિઓ અને નવનિયુક્ત પ્રમુખોનું સન્માન કરવામાં આવશે સવારે ૧૦ : ૩૦ કલાકે મુખ્ય મહેમાનોનું સન્માન અને ૧૧ કલાકે સંતો મહંતોનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે વિચારવિમર્શ સમિતિમાં ટ્રસ્ટી મંડળ દ્વારા વિવિધ મહત્વપૂર્ણ ઠરાવો કરેલ હોય તેની જાહેરાત કરવામાં આવશે બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદ યોજાશે
બહારગામથી આવનાર માટે રહેવા-ઉતારાની વ્યવસ્થા પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવી છે મહાઅધિવેશન અવસર પાર્ટી પ્લોટ, જામનગર રોડ, પરાપીપળીયા પાટિયા નજીક, રેલ્વે ફાટક પાસે, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છના સમગ્ર બ્રહ્મસમાજના ભાઈ-બહેનોને પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એતિહાસિક મહાઅધિવેશન સફળ બનાવવા આમંત્રણ પાઠવ્યું છે