ઘૂટું નજીક કારમાં ૩૧૫ બોટલની હેરાફેરી કરનાર બે ઝડપાયા, એકનું નામ ખુલ્યું

 

ઘૂટું નજીકથી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને એલસીબી ટીમે દારૂનો જથ્થો અને કાર સહિત કુલ રૂ ૮.૨૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય એક આરોપીનું નામ ખુલતા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

 

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એક સફેદ કલરની બ્રેઝા કાર જીજે ૩૬ બીબી ૫૬૫૬ વાઈમાં દારૂનો જથ્થો ભરેલો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે ઘૂટું ગામથી ઉંચી માંડલ વચ્ચે આવેલ કેનાલ પાસે વોચ ગોઠવી હતી અને કેનાલ પાસે રોડ પર ગાડી ઉભી હોય જેને ચેક કરતા દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂની ૩૧૫ બોટલ કીમત રૂ ૭૫,૪૮૫ નો મુદામાલ મળી આવતા દારૂનો જથ્થો અને કાર સહીત કુલ રૂ ૮,૭૫,૪૮૫ નો મુદામાલ જપ્ત કર્યો છે

 

આરોપી પ્રતાપ ભરતભાઈ કેરવાડિયા અને રોહિત સવઘણભાઈ ઇન્દરીયા રહે બંને રાતાભેર તા. હળવદ વાળાને ઝડપી લીધા છે અન્ય આરોપી શક્તિ રજપૂત રહે માથક તા. હળવદ વાળાનું નામ ખુલતા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.