

વીરપર ગામે ઘરના ફળિયાની દીવાલ કરી હોય જે બાબતે જુના ઝઘડાનો ખાર રાખી બે પરિવારો બાખડી પડ્યા હતા જેમાં બંને પક્ષે સામસામે મારામારી અને ધમકીઓ બાદ બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે વધુ તપાસ ચલાવી છે
ટંકારાના વીરપર ગામે રહેતા ભાવનાબેન મહેશભાઈ ચાવડા (ઉ.વ.૩૨) વાળાએ આરોપીઓ સોનલબેન આંબાભાઈ ચાવડા, શાંતાબેન આંબાભાઈ ચાવડા, મુકેશભાઈ આંબાભાઈ ચાવડા રહે વીરપર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ઘરના ફળિયાની દીવાલ કરી હોય જે બાબતે જુનો ઝઘડો હતો જેનો ખાર રાખી આરોપીઓ સોનલબેન અને શાંતાબેન બંને આવી ફરિયાદી ભાવનાબેન સાથે ઝઘડો કરી માથાકૂટ કરી ગાળો આપી નીચે પાડી દઈને પગમાં મુંઢ ઈજા કરી હતી તેમજ આરોપી મુકેશભાઈ ઘરમાંથી બહાર આવી ફરિયાદીને કહ્યું તમને બધાને પાડી દેવા છે અને જાનથી મારી નાખવા છે તેવી ધમકી આપી હતી
સામાપક્ષે શાંતાબેન આંબાભાઈ ચાવડાએ આરોપીઓ ભાવનાબેન મહેશભાઈ ચાવડા, લક્ષ્મણભાઈ કારાભાઈ ચાવડા, દર્શનાબેન લક્ષ્ણભાઈ ચાવડા, પ્રીતીબેન લક્ષ્મણભાઈ ચાવડા રહે બધા વીરપર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભાવનાબેનના પતિના ઘરની દીવાલનો જુનો ઝઘડો હતો જેનો ખાર રાખીને આરોપીઓ ફરિયાદી શાંતાબેન અને સોનલબેન સાથે ઝઘડો માથાકૂટ કરી ગાળો આપી હતી બાદમાં આરોપી ભાવનાબેન ઉશ્કેરાઈ જઈને ફરિયાદીની દીકરી સાથે ઝપાઝપી કરી હતી અને ગાળો આપી તમે જગ્યા ખાલી કરી દેજો નહીતર તમને બધાને ઉપાડી લેશું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદને આધારે તપાસ ચલાવી છે