

ખારચિયા ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ જુનું અને જર્જરિત હાલતમાં હોવાથી અહી બેસતા લોકો સતત ભયમાં રહે છે અગાઉ પણ છતમાંથી પોપડા પડ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આજે બીજી વખત છતમાંથી પોપડા પડતા ટેબલ અને ખુરશીમાં નુકશાન થયું હતું
ખારચિયા ગ્રામ પંચાયતના સદસ્ય સુરપાલસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ખારચિયા ગ્રામ પંચાયતની છતમાંથી આજે બીજી વખત પોપડા પડ્યા હતા છ માસ પૂર્વે નવા બિલ્ડીંગ માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી અને આજ ફરીથી પોપડા પડ્યા છે છતમાંથી પોપડા પડતા ટેબલ અને ખુરશીને નુકશાન થવા પામ્યું હતું સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી ખારચિયા ગ્રામ પંચાયત બિલ્ડીંગ બેસવા લાયક ના હોવાથી ગામ સભા રામજી મંદિરમાં કરવી પડતી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે


