

હળવદ તાલુકાના ટીકર ગામમાં જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૧,૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીકર (રણ) ગામે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા અનીલ ધીરજભાઈ ચૌહાણ, દિલીપ હરજીભાઈ ચૌહાણ, અશોક સુખાભાઈ ચૌહાણ, કારૂ શીવાભાઈ ઝીન્ઝવાડિયા, ચંદ્રકાંત ધીરજલાલ ચૌહાણ, રાજેશભાઈ હીરાભાઈ ચૌહાણ, યોગેશ અમરતભાઈ ચૌહાણ અને રીયાઝ વલી હમીરકા રહે આઠેય ટીકર (રણ) તેમજ અજય શૈલેષ સાંકલપરા રહે સુંદરગઢ તા. હળવદ એમ નવને ઝડપી લઈને રોકડ રૂ ૫૧,૭૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે