


સિરામિક સીટી પાસે આવેલ ઉમિયાનગર વિસ્તારમાં મહિલા દંપતી સાથે ઝઘડો કરતી હતી જેને છોડાવવા વચ્ચે પડતા વૃદ્ધાને ધક્કો મારી પછાડી દીધી હતી પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી ૦૨ સિરામિક સીટી પાસે ઉમિયાનગરમાં રહેતા અમરતબેન રામજીભાઈ વાઘેલા (ઉ.વ.૫૯) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ગીતાબેન રાજપૂત રહે ગ્રીન ચોક મોરબી વાળા ફરિયાદીના ઘર પાસે જીગ્નેશભાઈ સાથે ઝઘડો કરતા હતા જેથી જીગ્નેશભાઈના પત્ની દીપાબેન છોડાવવા જાત ઝપાઝપી કરી મુંઢ ઈજા કરી હતી અને ફરિયાદી અમરતબેન વાઘેલા છોડાવવા વચ્ચે પડતા ફરિયાદી સાથે ઝઘડો કરી જાતી પ્રત્યે અપમાનિત કરી ધક્કો મારી પછાડી દીધા હતા મોરબી બી ડીવીઝન પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે