પતિના ત્રાસથી કંટાળી ગયેલ ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન

 

તારીખ:-૧૩/૦૮/૨૦૨૬ નાં રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમા જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા હળવદ રસ્તામાં બે દિકરીઓ સાથે એકલા બેઠા છે મહિલા ખુબ જ રડે છે અને ગભરાયેલી હાલતમાં છે મહિલા ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે

જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ ખ્યાતિબેન બલેવિયા તેમજ પાયલોટ યુવરાજ સિંહ ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા મહિલાને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપી તેમજ ૧૮૧ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

ત્યારબાદ મહિલાનું ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ કર્યું કાઉન્સિલીગ દરમિયાન મહિલાએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા લગ્નનાં પંદર વર્ષ થયાં છે મારે ત્રણ દિકરીઓ છે હું મારા સાસુ, સસરા, પતિ,દિયર, અને દેરાણી સહિતના પરિવાર સાથે રહું છું છેલ્લા પંદર વર્ષથી મારા પતિ દ્વારા મને હેરાન કરવામાં આવે છે મારા પતિને છેલ્લા ત્રણ વર્ષથી કોઈ બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય માટે મારી સાથે ગેરવતૅન કરે છે અને અપશબ્દો બોલે છે મારા પતિ મારી સાથે મારઝુડ કરે છે અને રોજ નાની નાની વાતો પર માનસિક રીતે ત્રાસ આપે છે વારંવાર ઘરની બહાર નીકળી જવાનુ કહે છે આવા અનેક પ્રકારના પ્રશ્ર્નોથી કંટાળીને હું છેલ્લા છ-સાત કલાકથી મારી બે દિકરીઓ સાથે લઈને મારા ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગઈ છું.

ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા મહિલાનાં પતિ સાથે વાતચીત કરી અને તેમના ઘરે ગયેલ મહિલા ના પતિ એ જણાવેલ કે મહિલાને નાની નાની વાતો પર ખોટું લાગી આવતા મહિલા અમારી જાણ બહાર ઘરેથી નીકળી ગયેલ હોય તેમણે શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમની પત્ની મળેલ નહીં. ત્યારબાદ મહિલાનાં પરિવારને સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ તેમજ મહિલા સાથે મારઝુડ ન કરવાં તેમજ અયોગ્ય વર્તન ન કરવાં બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ.

આમ મહિલાએ ઘરની બહાર ક્યારેય ન નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજી ખુશીથી તેમના પરિવાર સાથે રહેવા જણાવેલ માટે મહિલાને તેમના પરિવાર જનોને સહી સલામત સોંપવામાં આવેલ હોય માટે તેમના પરિવાર જનોએ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

Leave A Reply

Your email address will not be published.