લક્ષ્મીનગર ગામે ખેતરમાંથી નીકળતા વીજલાઈનના તારને પગલે વીજ કરંટનો ખેડૂતોને ભય
ખેડૂતોએ પાક સંરક્ષણ માટે ખેતર ફરતે કરેલ ફેન્સીંગમાં વીજ કરંટ લાગતો હોવાનો આક્ષેપ




મોરબી જીલ્લામાં ખેડૂતો વીજ લાઈન વળતર મુદે બે માસ જેટલા સમયથી લડત ચલાવી રહ્યા છે અને સરકારને નવો પરિપત્ર બનાવવાની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે દરમિયાન મોરબીના લક્ષ્મીનગર ગામમાં ૨૨૦ કેવી વીજલાઈનના તાર ખેડૂતના ખેતરમાંથી નીકળે છે અને ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડને કારણે ખેડૂતે પાકના સંરક્ષણ માટે ખેતર ફરતે તાર ફેન્સીંગ કરેલ છે જેમાં વીજ કરંટ લાગતો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે
ખેડૂતોએ પાક સંરક્ષણ માટે ખેતર ફરતે જે તાર ફેન્સીંગ કર્યું છે તેના ઉપરથી ૨૨૦ કેવી વીજલાઈન તાર નીકળે છે જેથી વીજ કરંટ આવે છે ખેડૂતોએ વિડીયો જાહેર કરી વીજ કરંટ આવતો હોવાના આક્ષેપો કર્યા છે જેમાં ખેડૂતોએ બલ્બ પ્રકાશિત થતો હોય તેવો વિડીયો જાહેર કર્યો છે વીજ કરંટને કારણે ખેડૂતો, ખેત મજુરો, પશુઓ અને જીવજંતુના જીવના જોખમ છે પરંતુ વીજ કંપનીઓ અને સરકારી કર્મચારીઓ CEA ની સેફટી રેગ્યુલેશન મુજબ કામગીરી કરતા હોવાના બમણા ફુકે છે પરંતુ ખરેખર નિયમો મુજબ કામ થાય છે કે નહિ તેની તકેદારી રાખનાર કોઈ ના હોવાના આક્ષેપો ખેડૂતોએ રોષભેર કર્યા હતા

