હળવદના ઘનશ્યામપુર ગામે મકાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, રૂ ૫૧,૩૦૦ રોકડ જપ્ત

 

ઘનશ્યામપુર ગામના રહેણાંક મકાનમાં જુગાર રમતી ત્રિપુટીને હળવદ પોલીસ ટીમે ઝડપી લઈને રોકડ રૂ ૫૧,૩૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘનશ્યામપુર ગામે આરોપી હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલાના મકાનમાં જુગારની બાતમી મળતા ટીમે  રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલા, સોમાભાઈ વાલાભાઈ સોલંકી રહે બંને ઘનશ્યામપુર તા. હળવદ અને વિજયસિંહ કરણસિંહ ઝાલા રહે કોયબા તા. હળવદ એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૫૧,૩૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.