અઢી ઇંચ વરસાદમાં મોરબી પાણી પાણી, શહેરના મુખ્ય માર્ગો ચાલવા જેવા ના રહ્યા અને નેતા ક્યાય નો દેખાયા

યુવા મેયર, કમિશ્નર ક્યાં હતા મોરબીવાસીઓને ખબર નથી તાત્કાલિક કામગીરી કરાશેના બે દિવસ પૂર્વે દાવા પોકળ સાબિત

 

મોરબી શહેરમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો રાત્રીના વરસાદ બાદ આજે સવારથી વરસાદ વરસ્યો હતો અને બપોરે ૧૨ થી ૨ ના સમયગાળામાં અઢી ઇંચ વરસાદ ખાબકતા મોરબી શહેર પાણી પાણી થઇ ગયું હતું મોરબી શહેરનો શનાળા રોડ, રવાપર રોડ, ગાંધી ચોક, સાવસર પ્લોટ, પરા બજાર સહિતના મુખ્ય માર્ગો પાણી પાણી થઇ ગયા હતા

 

મોરબીમાં વરસાદ ખેંચાયા બાદ આખરે મેઘ મહેર વરસી રહી છે તો હવે તંત્રના પાપે નાગરિકોને હાલાકી સહન કરવી પડી રહી છે તાજેતરમાં તખ્તસિંહજી રોડ જે મહાપાલિકા કચેરીની સામે જ આવેલો છે ત્યાં વેપારીઓએ ચક્કાજામ કરી નાખતા યુવા મેયર સાહેબે તાત્કાલિક કામગીરીની ખાતરી આપી હતી પરંતુ ખાતરી આપી યુવા મેયર ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે મોરબીના એક પણ માર્ગ ચાલવા જેવા રહ્યા નથી યુવા મેયર પોતાનું બાઈક લઈને મોરબીની સડક પરથી પસાર થાય તો તેને નાગરિકોની પીડા સમજમાં આવે

 

હળવદ સરા રોડ પર પાણી ફરી વળતા રોડ બંધ કરાયો

મોરબી જિલ્લામાં ગઇકાલ રાત્રિથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે નદી નાળા અને કોઝવેમાં પાણીની આવક થતા રોડ બંધ કરવામાં આવી રહ્યા છે જેમાં હળવદ સરા રોડ બંધ થતા કડીયાણા થઈને સરા તરફ જવા માટે તંત્રએ સુચના આપી છે

 

મહેન્દ્રનગર ગામે ફરી ચક્કાજામ

મોરબીમાં ચાલુ વરસાદે ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો હતો મિલી પાર્ક સોસાયટીમાં પાણી ભરાવવા મુદે સ્થાનીકોમાં રોષ ભભૂક્યો હતો અને રસ્તા પર ઉતરી આવ્યા હતા મહેન્દ્રનગર નજીક ચક્કાજામ કરી દેતા વાહનોની કતારો લાગી ગઈ હતી ઘૂટું રોડ અને મોરબી હળવદ હાઈવે જામ થતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો

મોરબીનો મુખ્ય માર્ગ શનાળા રોડ ચાલવા જેવો ના રહ્યો

મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ નજીક દર વર્ષે વરસાદી પાણી ભરાય છે પરંતુ વર્ષોથી નીમ્ભર તંત્ર કોઈ કામગીરી કરતું નથી અને હવે કોર્પોરેશન થયા બાદ પણ સ્થિતિ બદલી નથી હવે ચૂંટાયેલી બોડી સક્રિય બની ગઈ છે યુવા મેયરને જવાબદારી સોપવામાં આવી છે જોકે મોરબીના શનાળા રોડની સકલ બદલી નથી ચાલીને બાઈક તો ભૂલી જાઓ, રીક્ષા અને કાર પણ પાણીમાં ફસાઈ જતી જોવા મળી હતી અને માંડ માંડ વાહનમાં નુકશાનીના ભોગે ચાલકો નીકળવા મજબુર બન્યા હતા

 

નગર દરવાજા ચોકમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટ થતા નાસભાગ મચી ગઈ

શહેરના નગર દરવાજા ચોકમાં આજે ચાલુ વરસાદે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટ થતા નાસભાગ મચી ગઈ હતી શિવમ આઈસ્ક્રીમ દુકાન બહાર શોર્ટ સર્કીટ થયું હતું જેથી ટ્રાફિક પીએસઆઈ સહિતના પોલીસ જવાનોએ લોકોને દુકાનમાંથી બહાર કાઢ્યા હતા સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી અને મોટી દુર્ઘટના ટળી હતી

 

Leave A Reply

Your email address will not be published.