

હળવદની સરા ચોકડી પાસે ચાવી સહીત બાઈક પાર્ક કર્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
હળવદના કેનાલ રોડ વિશ્વાસ હોમ્સ ૧ના રહેવાસી ચિરાગ હસમુખભાઈ કૈલાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ જુલાઈના રોજ સાંજના ૮ થી ૮ : ૩૦ વાગ્યા સુધીમાં ફરિયાદીનું બાઈક જીજે ૩૬ જે ૭૨૮૨ કીમત રૂ ૧૫ હજાર વાળું ફરિયાદીના પિતા હસમુખભાઈ હળવદ સરા ચોકડી નજીક શીતલ આઈસ ગોળા લારી પાસે લઇ ગયા હતા ચાવી સહીત પાર્ક કર્યું હતું અને અજાણ્યો ચોર ઇસમ બાઈક ચોરી કરી ગયો છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે