અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા માળિયાના મેઘપર ગામની શાળામાં વિદ્યાર્થીઓને પફનું વિતરણ




અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા સમાજસેવાના વિવિધ કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત આજે માળિયા તાલુકાના મેઘપર ગામ સ્થિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પફનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યક્રમમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ તથા જીગ્નાશાબેન ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં અભ્યાસ કરતા અંદાજિત 105થી વધુ વિદ્યાર્થીઓને પફનું વિતરણ કરી તેમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ શિક્ષણ, આરોગ્ય અને સમાજહિતના વિવિધ ક્ષેત્રોમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવશે. શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના આ સેવાભાવી પ્રયાસની પ્રશંસા વ્યક્ત કરી હતી.

