હળવદના સરા રોડ પર ચાવી સહીત પાર્ક કરેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો

 

હળવદના સરા રોડ પર મેલડી માતાજી મંદિર સામે ચાવી સહીત પાર્ક કરેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

હળવદના સુંદરગઢ સૂર્યનગર ગામે રહેતા કાન્તીભાઈ છગનભાઈ પરમાર (ઉ.વ.૫૪) અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪ ના રોજ ફરિયાદીનો દીકરો રવિભાઈ હળવદ સરા રોડ પર મેલડી માતાજી મંદિર સામે આવેલ રાધાકૃષ્ણ મોલના ગેટ પાસે બાઈક જીજે ૩૬ એ ૯૯૬૪ કીમત રૂ ૨૫ હજાર વાળું ચાવી સહીત પાર્ક કર્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે હળવદ પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.