બેલા (આમરણ) ગામે મારામારી, યુવાનનું દીવાલમાં માથું ભટકાડી ઈજાઓ

 

બેલા (આમરણ) ગામમાં પૈસાની લેતીદેતી અને સેન્ટીંગ કામ કરવા સાથે ના જવા મામલે મારામારી થવા પામી હતી જેમાં એક ઇસમેં યુવાનને માર મારી દીવાલમાં માથું ભટકાડી જમણા નેણ પાસ ફ્રેકચર જેવી ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

મોરબીના બેલા (આમરણ) ગામના રહેવાસી આરીફ હાજી જામ (ઉ.વ.૨૫) નામના યુવાને આરોપી ઇકબાલ ઉમર જામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરીફ ગત તા. ૧૫ ના રોજ રાત્રીના પોતાના મિત્રો સાથે શેરીમાં લગ્નપ્રસંગ હોવાથી બેઠો હતો અને અગિયાર વાગ્યાના અરસામાં આરોપી ઇકબાલ જામ આવી ગાળો બોલવા લાગ્યો હતો અને તું કેમ મારી સાથે કામે નથી આવતો કહીને ઝઘડો કરવા લાગ્યો હતો ઇકબાલે ફરિયાદી આરીફને શરીરે ઢીકા પાટું માર મારી શર્ટનો કાઠલો પકડી વાળ પકડી દીવાલમાં માથું ભટકાડી જમણા નેણ પાસે ફ્રેકચર જેવી ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.