મોરબી શહેરમાં બે સ્થળે નોટ નંબરી-વરલી જુગાર રમતા ત્રણ ઝડપાયા

 

ગાંધી ચોકમાં જાહેરમાં ચલણી નોટ વડે નોટનંબરી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૦૩૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બી ડીવીઝન પોલીસે વરલી જુગાર રમતા એક ઈસમને ઝડપી લીધો હતો

પ્રથમ રેડ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગાંધી ચોકમાં રેડ કરી હતી આરોપી રવિ સવજીભાઈ ખાખરીયા અને અમીન હાસમ ખુરેશી એમ બે ઇસમોને જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા ઝડપી લીધા હતા રોકડ રૂ ૫૦૩૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

બીજી રેડ બી ડીવીઝન પોલીસે ભડિયાદ રોડ નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે કરી હતી આરોપી રોહિત મહેશ વારેવણીયા (ઉ.વ.૨૧) વાળાને વરલી ફીચર આંકડા લખી જુગાર રમતા ઝડપી લીધો હતો આરોપી પાસેથી જુગાર સાહિત્ય અને રોકડ રૂ ૧૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હ્ચે

Leave A Reply

Your email address will not be published.