વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબીશન ગુનામાં નાસતો ફરતો ઇસમ બાઉન્ડ્રીથી ઝડપાયો

 

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી જીલ્લામાં નાસતા ફરતા અને પેરોલ જંપ થયેલ આરોપીને ઝડપી લેવા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન અને એમવી એક્ટ મુજબના ગુનામાં આરોપી ભનુભાઈ ઉર્ફે ખોડુભાઈ બહાદુરભાઈ ગોવાળિયા રહે ખટડી તા. ચોટીલા વાળો એક વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપી હાલ વાંકાનેર બાઉન્ડ્રી હોવાની બાતમી મળતા ટીમે આરોપી ભનુભાઈ ગોવાળિયાને વાંકાનેર બાઉન્ડ્રીથી ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

Leave A Reply

Your email address will not be published.