રાજકોટ-સુરતમાં ચોરી કરનાર આંતર રાજ્ય ટોળકી મોરબીમાં આતંક મચાવે તે પૂર્વે આઠ ઝડપાયા

 

રાજકોટ શહેરમાં રીક્ષામાં બેસેલ મુસાફરના પર્સમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર હરિયાણાની આંતરરાજ્ય ટોળકીના આઠ ઈસમો મોરબીમાં ચોરીને અંજામ આપે તે પૂર્વે એલસીબી ટીમે ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

 

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે સુપર માર્કેટ પાસે ભીડભાડ વાળી જગ્યામાં બે પુરુષ અને છ મહિલાઓ હરિયાણા રાજ્યના હોવાનું અને તે તમામ શંકાસ્પદ જણાતા તમામને મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં કચેરી લાવી પૂછપરછ કરતા એક મહિલા રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને બે પુરુષો પૈકી શરીફ અહેમદ રમઝાનખાન ઇસાક ખાન ફકીર અને મહિલાઓ પૈકી પુષ્પાબેન રામપાલ પણ વર્ષ ૨૦૨૫ માં સુરત શહેરમાં ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું ખુલ્યું હતું જે આંતર રાજ્ય ટોળકી ગુજરાત રાજ્યના મોટા શહેરોમાં રેલ્વે સ્ટેશન અથવા બસ સ્ટેશન આસપાસ ફૂટપાથ પર પડાવ નાખી દિવસના શહેરમાં રેકી કરી તેમજ ઓટો રીક્ષામાં મુસાફરી કરતા પેસેન્જરો સાથે બેસી નજર ચૂકવી પર્સમાંથી રોકડ રકમ અને સોનાના દાગીના ચોરી કરવા વાળા હતા અને મોરબીમાં સુપર માર્કેટ નજીકથી ટોળકીને ઝડપી લેવામાં આવી હતી

 

મોરબી એલસીબી ટીમે આરોપીઓ સરિફઅહેમદ રમઝાનખાન ઇસાકખાન ફકીર, રવિ ભૂરાસિંગ નનું ચમાર, મમતાબેન રવિ ભૂરાસિંગ ચમાર, પુષ્પાબેન રામપાલ નનુભાઇ ચમાર, સુમન સેરા રામસ્વરૂપ ચમાર, ક્રાંતિ નીસુ રામેસર ચમાર, ક્રિષ્ના રામપાલ ચમાર અને પુનમબેન રાજકુમાર ચમાર રહે બધા હરિયાણા વાળાને ઝડપી લીધા હતા રોકડ રૂ ૯૪૦૦ અને એક મોબાઈલ કીમત રૂ ૫૦૦ સહીત કુલ રૂ ૯૯૦૦ નો મુદામાલ કબ્જે લીધો છે ઝડપી લેવાયેલ ઈસમો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જેમાં સુરત શહેર ઉપરાંત હરિયાણા, મધ્યપ્રદેશ સહિતના સાત સ્થળે ચોરીના ગુનામાં તેમજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં વિસ્ફોટક પદાર્થ અધિનિયમ કલમો હેઠળ સહિતના આઠ ગુના નોંધાઈ ચૂકયા છે

 

Leave A Reply

Your email address will not be published.