મોરબીના જેતપર ગામે “અદાણીનો અત્યાચાર ખેડૂતોની દુર્દશા નાટક હજારોની જનમેદનીએ નિહાળ્યું  

 

જેતપર ગામે ખેડૂતો વીજ લાઈન મામલે સતત આઠ દિવસથી આંદોલન કરી રહ્યા છે અને ગુરુવારે રાત્રે અદાણીનો અત્યાચાર અને ખેડૂતોની દુર્દશા વિષય પર નાટક રજુ કરવામાં આવ્યું હતું જે નાટક નિહાળવા મોરબી જીલ્લાના તમામ ગામમાંથી હજારો ખેડૂતો ઉમટી પડ્યા હતા વિવિધ પાત્રો સાથે અદાણી કંપનીના અત્યાચારને ઉજાગર કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત શાળાના બાળકોએ સ્પીચ આપી હતી

 

મોરબી તાલુકાના જેતપર ગામે ઉપવાસ આંદોલનના આઠમાં દિવસે ગુરુવારે રાત્રીના નાટક ભજવવામાં આવ્યું હતું મોરબીના શકત શનાળા ગામના વર્ષાબેન શીરવીએ નાટક માત્ર બે કલાકમાં લખ્યું હતું અને કલાકારોએ પાંચ કલાકમાં તૈયાર કર્યું હતું ખેડૂતોના આંદોલન છતાં કોઈની આંખ ખુલતી નથી જેથી નાટકના માધ્યમથી સંદેશ આપ્યો હતો જે નાટકમાં અદાણી કંપનીના માલિક, નેતાજી, પોલીસ, કલેકટર અને ખેડૂત સહિતના પાત્રો આબેહુબ રજુ કરવામાં આવ્યા હતા કંપનીના અત્યાચારથી ખેડૂતોની કેવી દુર્દશા થઇ છે અને ખેડૂત કેટલી તકલીફોમાં જીવી રહ્યો છે તેને રજુ કરવામાં આવ્યું હતું નાટકમાં ૨૫ દીકરીઓએ ભાગ લીધો હતો અને તમામ કલાકારોને ઉપસ્થિત હજારોની મેદનીએ આવકારી હતી અને તેમની સુંદર કૃતિ બદલ મેદનીએ તાલીઓના ગળગળાટથી વધાવ્યા હતા

 

તો આંદોલન અંગે મોરબીની યુવતી બંસી અમૃતિયાએ જણાવ્યું હતું કે પાર્ટ ૨ માં ન્યાય નહિ મળે તો પાર્ટ ૩ માટે પણ ખેડૂતો તૈયાર છે ગાંધી માર્ગે ન્યાય ના મળે તો સરદાર પટેલના માર્ગે ચાલશું પાર્ટ ૩ માં સ્ત્રીઓ ગાંધીનગર પહોંચશે અને ખેડૂતોના ન્યાય માટે લડત આપશે આજે જેતપર ગામે નાટક ઉપરાંત શાળાના બાળકોએ સ્પીચ આપી કંપનીની દાદાગીરી અંગે માહિતી પૂરી પાડી હતી

 

Leave A Reply

Your email address will not be published.