



હળવદના તક્ષશિલા સંકુલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ, આસન, પ્રાણાયામ અને સૂર્યનમસ્કારનુ નિદર્શન યોજાયું શાળાના યોગ ટ્રેનર વિવેકભાઈ સિંધવ અને યાજ્ઞિકભાઈએ યોગાસનનું નિદર્શન કરાવ્યું હતું.
સાથે દરરોજ સૂર્યનમસ્કારના ઓમ્ મિત્રાય નમઃ થી ભાસ્કરાય નમઃ સુધીના બાર મંત્રો સમજાવી દરરોજ એક રાઉન્ડ સૂર્યનમસ્કાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. હોસ્ટેલમા રહેતા ૪૦૯ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ યોગનિદર્શનમા ભાગ લીધો હતો. સૂર્યનમસ્કાર એ માત્ર કસરત ન રહેતા સૂર્યની ઉપાસનાનું પણ મહત્વ સમજાવ્યું હતું.


